ગુજરાતના ઉત્તમ શિક્ષણ કાર્યમાં કાર્યરત તમામ શિક્ષકોને સમર્પિત વિશેષ અને ઐતિહાસિક સન્માન સમારંભ!
ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન અને સ્નેહ મિલન એ જ્ઞાન, સંસ્કાર અને પ્રેરણાનો ઉત્સવ છે. સમાજના ઘડવૈયા એવા શિક્ષકોને સમર્પિત આ પ્રસંગ તેમની મહેનત અને સમર્પણને વંદન કરે છે. આ કાર્યક્રમ માત્ર સન્માન નથી, પરંતુ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ છે.